એક વાઘ સિગારેટ પીવા જ જઇ રહ્યો હતો ત્યાં એક ઉંદર આવ્યો અને બોલ્યો- મારા ભાઇ છોડી દે નશો, આવ મારી સાથે અને જો આ જંગલ કેટલું સુંદર છે, આવ મારી સાથે દુનિયાને માણ.
વાઘે થોડોક વિચાર કર્યો અને પછી તે તેની સાથે દોડવા લાગ્યો.
આગળ હાથી અફીણ પીતો હતો.
એને જોઇ ઉંદર ફરીથી બોલ્યો- આ બધું છોડીને આવો મારી સાથે, દુનિયાને માણો.
હાથી પણ તેની સાથે દોડવા લાગ્યો.
આગળ સિંહ વ્હિસ્કી પી રહ્યો હતો. ઉંદરે એને પણ તેવું જ કહ્યું- સિંહે ગ્લાસ સાઇડમાં મુક્યો અને ઉંદરને પાંચ-છ લાફા ચોડી દીધા....
હાથી બોલ્યો- અરે, આ તો આપણને જિંદગી તરફ લઇ જાય છે. શા માટે આ બિચારાને મારો છો?
સિંહ બોલ્યો- આ નાલાયકે દર વખતે ભાંગ પીને આવે છે ત્યારે આવું જ કહે છે, બે દિવસ પહેલા મને ત્રણ કલાક સુધી જંગલમાં ફેરવ્યો હતો.
??????