ખેવના
ઉંમર નો તકાજો છે કે તકદીર નો માર,
નથી રહી હવે જીવનમાં ખેવના કે આશ !
જીવન સોંપ્યું હવે ઈશ તુજ કાજ,
તારો જ નિર્ણય હવે તો સરતાજ !
સુખ હોય કે દુઃખ રહીશ હું સ્થિર ને શાંત,
તારા જ સહારે હવે વિતશે દિવસ ને રાત !
તને જ પામું ને ચાહું પણ તને જ અમાપ,
ભવભવના બંધન છુટે એ જ પ્રયત્ન ખાસ !
શેફાલી શાહ