આઝાદીનાં મિષ્ટફળ ચાખવાનો હવે સમય થઈ ગયો.
વીરોની કુરબાનીને બિરદાવવાનો હવે સમય થઈ ગયો.
કેટલાં વર્ષો વીત્યાં સ્વતંત્રતા મળી તેનાં પૂછો જાતને,
અન્ન વસ્ત્ર આવાસને ઉકેલવાનો હવે સમય થઈ ગયો.
વચનોની ભરમારમાં કેટકેટલા છેતરાયા છે આપણે,
ઠોસ કદમ પ્રજાકાજે ભરવાનો હવે સમય થઈ ગયો.
નહિ સાંખે ઝાઝું જનતા એ જ જનાર્દન લોકશાહીમાં,
પ્રપંચીઑને સાવ ખુલ્લા પાડવાનો હવે સમય થઈ ગયો.
' સોનૈ કી ચિડિયાં ' નથી ફળદ્રુપ ભેજાંની નીપજ આખરે,
સર્વોપરિતા ભારતની સિદ્ધ કરવાનો હવે સમય થઈ ગયો.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '