Gujarati Quote in Blog by રામાશ્રય જ્યુબીલી

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પથરાયો આભે આછો અજવાસ ઉષા આગમને.
જાણે કે પૂરો થયો ઇન્દુનો પ્રવાસ ઉષા આગમને.

લાલાશ રવિ આગમનની પૂર્વમાં પ્રસરવા લાગતી,
પંખી કલરવને સંચારે શોભે આકાશ ઉષા આગમને.

ક્યાંક ઠાકર મંદિરે આરતીનો નાદ સંભળાતો હોય,
આદિ નારાયણ આપતા સૌને પ્રકાશ ઉષા આગમને.

સૂનીસૂની શેરીમાં જન પદરવના દેખાતા આસાર,
દૂધવાળાની હલક કાને અનાયાસ ઉષા આગમને.

ક્યાંક ધ્વનિ મંત્રજાપને પાઠપૂજાનો કાને પડતોને,
પ્રભાતિયાંસૂરે થાય કૃષ્ણનો આભાસ ઉષા આગમને.

ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '

Gujarati Blog by રામાશ્રય જ્યુબીલી : 111087273
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now