રહી સમદરને સરિતાની ખેવના ઘણી.
એથી જ કરતો હશે એ ગર્જના ઘણી.
નામે રત્નાકર રાજાધિરાજ સમો છે,
તોયે કિનારો કરે છે એનેય મના ઘણી.
નથી જઈ શકતો સરિતા વસે અંબુ,
એના જીવનની હશે વિટંબણા ઘણી.
મીઠાંનીરની એનેય ચાહત હશે ઉરમાં,
વલોપાતી દરિયાને નથી શાંત્વના ઘણી.
નીરમીઠાંને અમી શાં સરિતાનાં હરતો,
શું નદીએ કરી એની અવગણના ઘણી?
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.