English Quote in Thought by Shivneri

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ખરેખર સુખી.... એ સ્ત્રી છે,
જેણે નક્કી કરી લીધું છે કે હવે મારે ખુશ રહેવું છે, મને કોઈ પ્રેમ કરે કે ના કરે, મારી ખુશી કોઈના પ્રેમ પર dependent નથી, મારી ખુશી એ મારી અંગત જવાબદારી છે અને એને હું બખૂબી નિભાવીશ.!
સ્ત્રી એ સુખી છે....
જેણે નક્કી કરી લીધું છે કે હવે હું મારાં ભૂતકાળ ને નહીં વગોળું, જે થઈ ગયું, એ થઈ ગયું, હવે હું મારી આજ ને બહેતર અને આવતી કાલ ને બહેતરીન બનાવાની પુરી કોશિષ કરીશ.!
સ્ત્રી એ સુખી છે..
જેણે નક્કી કરી લીધું કે હવે હું એક પીડિતા એક લાચાર વ્યક્તિ તરીકે ની જિંદગી નહીં જીવું, હું આ દુનિયાનો આ સમાજ નો, લોકો નો મારાં પોતાનાંઓ નો મજબૂતાઈ થી સામનો કરીશ.!
સ્ત્રી એ સુખી છે ....
જેણે નક્કી કરી લીધું કે હવે હું ખુદ પર દયા નહીં ખાઉં, મારાં જીવન નું સ્તર એટલું ઉંચું લાવીશ કે મારી દયા ખાવા વાળા લોકો મારી ઈર્ષા કરવાનું શરું કરી દેશે.!
સ્ત્રી એ સુખી છે જેણે એવાં કોઈ વ્યક્તિ ની જરૂરિયાત નથી જે એને એમ કહે કે તું હવે પાતળી લાગે છે, કે ગોરી લાગે છે, કે સુંદર દેખાય છે, હું આ દુનિયામાં કોઈને Impress કરવાં માટે નથી આવી.!
સ્ત્રી એ સુખી છે
જેને કોઈ વ્યક્તિ પાસે થી એવું Certificate નથી જોઈતું જે સાબીત કરે હું "કેવી" છું, આ દુનિયા ની કોઈ વ્યક્તિ ને મને Judge કરવાનો કોઈ હક નથી, અને બધાં ને ખુશ કરવાનો મેં કોઈ ઠેકો લીધો નથી.!
સ્ત્રી એ સુખી છે,
જેણે ઉપર ની બાબતો ને હકીકત બનાવા માટે સૌથી વધારે જરૂરી જે છે, "આત્મનિર્ભર થવું" એની કવાયત શરૂ કરી દીધી છે.!
....And above all
પ્રેમ ને ઝંખો નહીં, ખુદ ને પ્રેમ કરતાં શીખો, ખુશ રહેતાં શીખો, દુનિયા તમારી પાછળ આવશે.!!!

English Thought by Shivneri : 111087042
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now