કોઈને ઓછું કે અદકું કહેવાનું મને નહિ ફાવે.
કોઈની નજદીક કે દૂર રહેવાનું મને નહિ ફાવે.
હું રહ્યો બુધનો માણસ ચોક્કસ અંતરે હોઉં,
કોઈ ચાપલૂસી કે નિંદા કરવાનું મને નહિ ફાવે.
કોઈ નથી નાના કે કોઈ નથી મોટા મારે મન,
તક સાધવા કોઈને પણ નમવાનું મને નહિ ફાવે.
છું હું સ્વૈરવિહારી વિહંગ વિચરતુ અવકાશે,
નિજાનંદ ભોગે ક્યાંય બંધાવાનું મને નહિ ફાવે.
સાહિત્ય તો છે અફાટ અબ્ધિ ના વિસાત મારી,
તોડી ઉરભાવને ક્યાંય ખમવાનું મને નહિ ફાવે.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '