ચાલ ને દિવસ ની વ્યસ્તતા માં થોડી ફુરસદ લખી જોઈએ..
એ ફુરસદ માં બાળપણ ની વાતો ને ભરપૂર ભરી જોઇયે..
ચાલ ને દિવસ ની દોડધામ માં ખડખડાટ હાસ્ય લખી જોઇયે..
અને એ હાસ્ય ને પાકા મિત્રો ને નામ લખી જોઈએ..
ચાલ ને મુકી મોબાઇલ ને બાજુ પર .. બારી ની બાહર ડોકિયું કરી જોઇયે..
હસતા કૂદતાં બાળકો સાથે થોડુ બાળપણ ફરી જીવી જોઇયે.
ચાલ ને આજે માઁ ને જ મિત્ર બનાવી જોઈએ..
મન માં ભર્યું બધુ જ આજે એને કહી જોઇયે..
ચાલ ને આજે tv સાથે ની મુલાકાત મુલતવી રાખી જોઈએ..
રાત્રે પપ્પા સાથે ધાબા પર એકાદ લટાર મારી જોઇયે..
ચાલ ને આજે ચાર પૈડાં ની સવારી ને બાજુ પર મુકી જોઇયે..
સાઇકલ પર મિત્રો સાથે એકાદ પ્રવાસ ગોઠવી જોઇયે..
ચાલ ને આજે જૂની રીતો ને ફરી એકવાર અનુસરી જોઇયે...
વોટ્સએપ ને બદલે પ્રેમીને પ્રેમ પત્ર લખી જોઇયે...
ચાલ ને આજે ફેસબૂક ની વાતો ને બધી જ ભૂલી જોઇયે...
ભાઈ બેઠો છે બાજુ માં, ચાલ ને થોડુ એને પજવિ જોઇયે..
પાર્ટી ને ડિસ્કો નો જમાનો આજ નો ચાલ ને વિસરી જોઇયે..
બેન નો હાથ પકડી ગોળ ગોળ ફેરફૂડર્દી રમી જોઇયે..
જાણ છે મને કે તારા ખિસ્સાઓ ભરપૂર ભર્યા છે ધનલક્ષ્મી થી..
ચાલ ને પૈસા ની રમતો મુકી,ખિસ્સા ને લખોટીઓ થી ભરી જોઇયે...
ચાલ ને ટૂંકા જીવન ને રોજ એક ઉત્સવ ની જેમ ઉજવી જોઇયે..
ઉમર ના આંકડા વધે કેટલાયે,ભિતર માં હૃદય નાં,એક નાનકડો બાળક જીવંત રાખી જોઇયે....
◆ANV◆