English Quote in Jokes by બાબા સત્સંગી

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

? ? ? ?

જ્યારે ઓફીસ પહોંચ્યો તો ઘરેથી પત્નીનો ફોન આવ્યો. પુછ્યું આજે કઇ તારીખ છે ?

ફોન કપાઈ ગયો........

હુ દ્વિધામા જ રહ્યો ( ખરું પૂછો તો ગભરાઈ ગયેલો......)

એનો જન્મદિવસ ???

ના

મારો જન્મદિવસ ???

ના

લગ્નતિથિ .......

ના

છોકરાનો જન્મદિવસ ???

ના

સાસુ સસરાનો જન્મદિવસ કે લગ્નતિથિ ?????

ના

શાળાનું કાઈ ????

ના

ગેસનું બુકિંગ તો થઈ ગયું

વેરો પણ ભરાઈ ગયો

લાઇટબિલ પણ બાકી નથી

એનાં ફોનનું રિચાર્જ પણ કરાવેલું

તો પછી તારીખ કેમ પૂછી હશે??????

????????

લંચ અને ચા બંને નો સમય આ પ્રશ્ન મા જ ગયો

ઘરે પહોંચ્યો .....

છોકરો રમતો હતો

મે પુછ્યું ....

રસોડામાં વાતાવરણ કેવું છે ? તોફાન છે ?

વાવાઝોડું છે ?

કે સુનામી છે ?

છોકરાએ કહ્યુ બધુ બરાબર છે ..... કેમ આમ પૂછો છો ?

મે કીધું તારી મમ્મીનો સવારે આજની તારીખ પૂછવા માટે ફોન આવેલો .

છોકરો હસ્યો ને કહ્યુ કાઈ નહીં એ તો મે સવારે તારીખિયાનાં પાનાં ફાડી નાખેલા અને એ ગૂંચવાઈ ગયા એટ્લે તમને ફોન કરેલો.

??????????????????????????

પતિ થવું ખૂબ અઘરું છે.

વિશ્વના બધાં જ પતિ દેવોને સાદર સમર્પિત.

બધુ ટેન્શન બાજુએ મુકિ એમને એક મિનીટ હસતા કરવા માટે પણ ફોરવર્ડ કરો.

? ? ? ?

English Jokes by બાબા સત્સંગી : 111086369
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now