પ્રભુ / ઈશ્વર,
તમારા ચરણોમાં અમારા સૌના કોટી કોટી વંદન.
સૌ પ્રથમ સવારના અમને ઉઠાડી સુરજ ભગવાનના દર્શન કરાવવા માટે તમારો ખુબ ખુબ આભાર.
અમારા માતાપિતાના પ્રેમ થકી અમને આ જગતમાં લાવવા માટે અમે તમારા આભારી છીએ.
પ્રભુ, તમારી અપરંપાર ક્રુપાથી અમે સૌ શ્વાસ લઇ શકીએ છીએ, બે સમય અન્ન ગ્રહણ કરી શકીયે છીએ અને તમારી સર્જેલ આ શ્રુષ્ટીનો આનંદ માણી શકીયે છીએ.
તમારા આશીર્વાદ થકી અમે જે જ્ઞાન પ્રાપ્ત પ્રાપ્ત કર્યું છે તેનો વપરાશ હંમેશા સત્કાર્યો માટેજ થાય તેવી તમોને અભ્યર્થના.
પ્રભુ, અમે સૌ જે ભૌતિક સુખ માણી રહ્યાં છીએ તે ફક્ત તમારી અમી ભરેલી દ્રષ્ટિની કૃપા છે.
પ્રભુ, તમારા આશીર્વાદથી અમોને પ્રેમાળ અને જરૂરપડે સદાય મદદ માટે તત્પર રહે, તેવા આપ્તજનો, સ્નેહીઓ તથા મિત્રો પ્રાપ્ત થયા છે, તે બદલ તમારો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે.
પ્રભુ, તમારી ક્રુપાદ્રષ્ટિ થકી અમને સંપત્તિ પ્રાપ્ત થયેલ છે અને ભવિષ્યમાં થાય, તેનો ઉપયોગ હંમેશા સત્કાર્ય માટે થાય તેવી સદબુદ્ધિ આપજો.
અમારા સંતાનો ઉપર તમારી ક્રુપા દૃષ્ટિ સદાય રહે તેવી તમોને અમારી નમ્ર અરજ કરીએ છીએ, તે સ્વીકારજો.
અમારાં સૌનાં બધાં કાર્યો નિર્વિઘ્ને પાર પાડવા માટે તમારો ખુબ ખુબ આભાર માનીએ છીએ.
ભૂલ ચૂક માફ