પ્રભાતે સુસ્તીને વિદારે છે કોફી.
જાણે કે પ્રાણને સંચારે છે કોફી.
મિત્રતાને રખેને વિસ્તારે છે કોફી.
એકમેકને નજીક લાવે છે કોફી.
બગડેલા સંબંધો સુધારે છે કોફી.
નવા સંબંધોને આવકારે છે કોફી.
કામનો થાક એ નિવારે છે કોફી.
નવો ઉત્સાહ એ વધારે છે કોફી.
મિત્રતાને સુદ્રઢ બનાવે છે કોફી.
રખેને ચાનો વિકલ્પ બને છે કોફી.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '