Gujarati Quote in Blog by રામાશ્રય જ્યુબીલી

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આમ્રકુજે કોકિલનો ટહૂકાર થતાં પગલાં વસંતના.
હરિયાળી ખીલી પૂરબહાર થતાં પગલાં વસંતના.

ધર્યાં રુપ નવલાં બાગબગીચેને વનરાઈ ઉપવને,
જાણે સજ્યા નૂતન સિંગાર થતાં પગલાં વસંતના.

પ્રકૃતિએ ધારણ કીધા સોળ શણગાર મન મૂકીને,
પુષ્પ સમીપ ભ્રમરના ગુંજાર થતાં પગલાં વસંતના.

રંગ વૈવિધ્યે લત્તા દ્રુમને આલિંગે કરીને પ્રેમપ્રસાર,
રખેને નિસર્ગ મનાવે તહેવાર થતા પગલાં વસંતના.

મયૂર કરે નૃત્ય મનોહર નયને અશ્રુબિંદુ સારતો જે,
શકે સર્વત્ર મદનનો અધિકાર થતાં પગલાં વસંતના.

રંગાય તન મન બદન જોમ જમાવતું જાય યૌવન,
હશે ૠતુરાજ અનંગ પ્રહાર થતાં પગલાં વસંતના.

ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Blog by રામાશ્રય જ્યુબીલી : 111085636
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now