"સાદગી"
નીરખી જ રહી હું તારી સાદગી,
નેં નિર્દોષ અભિલાષા વિકસી ગઈ,
મનડું મારા માધવનું મુજ માં!
નેં હ્રદય અભ્યર્થના જાગી ગઈ.
સાદગી તારી શ્રી કૃષ્ણ સ્વરુપે ,
પેલી ગોપી નેં મન વ્હાલી થઈ ,
ઘરબાર છૂટ્યાં નેં હોંશ ભૂલ્યાં !
એવી પ્રીતની અઘરી પરિક્ષા થઈ.
માધવ તારી આ ચંચળ સાદગી,
નીરખી પેલી રાધા ઘેલી થઈ ,
આજીવન વિરહ નેં વરવા !
એ ઘેલી પણ જાણે ગાંડી થઈ.
ગોવિંદ તારી ગોઠડી,
પાંચાલીનેં બહું ફાવી ગઈ ,
સખાભાવનું સ્વમાન સાચવવા!
સખી બની એ બદનામ થઈ ગઈ.
ગિરિધર વ્હાલાં તારી સાદગી,
મીરાં નેં મન ભાવી ગઈ ,
ભવોભવ ની પ્યાસ બુઝાવવા!
આ ભવ માં જગતની દાસી થઈ .
ભક્તિની આ સરળતા એ,
સાદગી માં બદલાઈ ગઈ ,
રાધા ની પ્રતિજ્ઞા નિભાવવા !
મીરાં ઝેરનાં પ્યાલે જીવી ગઈ .
તારી સાદગીની ઝંખનાએ,
સંવેદના મારી જાગી ગઈ ,
તારી પ્રીતનાં આલિંગન થયા !
નેં પ્રણયની પરાકાષ્ઠા વ્યાપી ગઈ.
માણસની એ માણસાઈ એ,
તારી સાદગી બહું સસ્તી થઈ ગઈ,
તારાં અસ્તિત્વ નેં જતાવવા!
કાળી કુબ્જા પણ દાસી થઈ ગઈ.
ફરી પાછો આવ તારી સાદગીએ(વ્હાલાં માધવ) ,
તારી મીરાં તો બહું બદનામ થઈ ગઈ,
તારાં વચનનેં પાળવા !
ની હવેં બસ વેળા થઈ ગઈ .
તું આવ નેં દોસ્ત,(વ્હાલાં માધવ),
જીવતરની બાજી હવેં હું હારી ગઈ,
તારી સાદગીનેં ઓળખાવવા!
મીરાં આ ભવે શહીદ થઈ ગઈ.
મીસ. મીરાં
પૂર્વી જે. શાહ. વાપી.