સપનાં
સપનાં ની દુનિયા તો લાગે છે એવી નિરાળી તું છોડ દોસ્ત, વાસ્તવિકતાની વાત કર,
સંબંધો તો સપનાં માં એવા બને છે, તું ન પુછ વાત ન ઝગડો કે ન વિખુટા પડવું, વાસ્તવ માં તો તે સંબંધ આસું અપવાવી જાય છે,
દોસ્ત સપનાં માં જીવવા નું છોડ તું વાસ્તવિકતા ની વાત કર.
સપનાં માં તો બધા જ સંબંધ સારા હોય છે,
પણ વાસ્તવ માં તો તે સારા નરસા નો ભેદ કરાવી દે છે,દોસ્ત વાસ્તવિકતા ને અંદર ની આંખો થી જો
સપનાં તો મૃગજળ જેવા હોય છે......
બધી જ ઈચ્છા સપનાં ઓજ કરાવે છે, બધાં ને જોઈએ જ છે, કોઈને આપવું તો કશુંજ નથી,દોસ્ત દુનિયા સપનાં જેવી નથી, તને કડવી હકીકત ની ગોળી ઓ ગળાવશે,માટે દોસ્ત સપનાં ના નશા માં ચાલીશ નહીં, તું વાસ્તવિકતા ને સમજ, ......
સપનાં માં તો મરેલા જીવતા થાય છે, વાસ્તવિકતા માં જીવતો પણ મરે છે, સપનાં દુનિયા કરતાં જીંદગી બહુ મોટી છે, દોસ્ત ભરાઈ પડીશ એમાં રચી રહ્યો તો તું વાસ્તવિકતા ને જરા ખુલ્લી આંખે જો તો તને સમજાશે,......
સપનાં તો આપણને ચંદ્ર ની ને અવકાશ ની સફર કરાવે અને જીંદગી વાસ્તવિકતા ની માટે જાગી જા,તું વાસ્તવિકતા સમજ ક્યાંય ભરાઈ પડે.......
સપનાં માં તો બધું સારું હોય છે, પણ વાસ્તવિકતા કંઈ જુદી માટે
દોસ્ત જાગી જા ડફોળ બનીશ,વાસ્તવિકતા ને સમજ કોઈને તારાથી મતલબ નથી બધાં ને સફળતા ને રોયાલીટી થી મતલબ છે, માટે સપનાં તો જો પણ વાસ્તવિકતા બનાવવા મહેનત કર તું આ જંગ માં હારી જઈશ,તારી આ જંગ માં તને જણનાર પણ તારો સાથ નહીં આપે, તો તારા સ્વાર્થી મિત્રો તો છોડ મિત્ર ફેકાઈ જઇશ.....
વાસ્તવિકતા કંઈ જુદી છે,
તારા રંગીન સપનાં કરતાં........
શૈમી ઓઝા