હવે પાછું વળી ને જોવાનો કોઈ અર્થ નથી, મને સમજી શકે એવું તારું દિલ નથી,
તું તરછોડ્યા કરે અને હું તને ચાહ્યા કરું...
એવો પ્રેમ હવે મને મંજુર નથી,
એવું નથી કે મજબૂરી ફકત તારે જ છે..
મજબૂરી મારે પણ હોય.. પણ મજબૂરી ના બહાને સાથ છોડવો એ ઠીક નથી
ચાલ માન્યું કે હું હારી અને તું જીત્યો..
પણ તારી આ જીત માં મારી હાર જેવો દમ નથી