Gujarati Quote in Whatsapp-Status by Umakant

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઉરુગ્વેના પૂર્વ રાષ્ટ્રપતિ: જોસ મુઝિકા.

મોન્ટેવિડિયો: ભારતના ઘણા રાજકારણીઓ વૈભવશાળી જીવન માટે પંકાએલા છે,પરન્તુ દક્ષિણ અમેરિકામાં આવેલા ઉરુગ્વે દેશના પૂર્વ રાષ્ટ્રપતિ જોસ મુઝિકા વિશ્વના સૌથી ગરીબ રાષ્ટ્રપતિ છે. તેમણે પહેલી માર્ચ, ૨૦૧૦ થી પહેલી માર્ચ ૨૦૧૫ એમ પાંચ વર્ષ પ્રેસીડેન્ટ રહીને પોતાના દેશને સમૃધ્ધ કર્યો, પરન્તુ પોતે સંપત્તિ ભેગી કરવાની લાલસા રાખી નહોતી અને તમામ સિક્યોરિટી હટાવી દીધી હતી અને ઉરુગ્વે દેશનું અર્થતંત્ર મજબૂત થાય તે દિશામાં સંખ્યાબંધ પગલાંઓ ભર્યા હતા. આથી આજે ઉરુગ્વે દેશની માથાદીઠ વાર્ષિક આવક રૂપિયા છ લાખથી પણ વધારે છે. જોસ મુઝિકાનો જન્મ ૨૦ મી મે ૧૯૩૫ મા એક સાધારણ ખેડૂત પરિવારમાં થયો હતો. તેઓ ૧૯૬૦માં રાજકારણમાં આવ્યા તે પહેલા ઘરની ખેતી સંભાળતા હતા. ઉરુગ્વેમાં થયેલી ક્રાંતિ દરમ્યાન છ વાર જેલવાસ ભોગવીને કુલ ૧૪ વર્ષ જેલમાં રહ્યા હતા. ૧૯૮૫માં દેશમાં લોકશાહી શાસન આવતા તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. ૨૦૦૫ થી ૨૦૦૮ દરમ્યાન પશુપાલન, ખેતી અને મત્સ્ય વિભાગના મંત્રી રહી ચુક્યા છે.પોતાના જાહેર જીવન દરમ્યાન વિરોધીઓએ પણ ક્યારેય બેનામી સંપત્તિ કે કૌભાંડ કર્યાંના આક્ષેપો તેમના પર લગાવ્યા નથી. નિવૃત થયા પછી પત્ની જેસીકા સાથે બે ઓરડાવાળા ઘરમાં રહે છે. સામાન્ય માણસની જેમ જ કૂવામાંથી પાણી ભરે છે અને કપડાં પણ જાતે ધુએ છે.મહિને ૧૩ હજાર ડોલર જેટલા પેન્શનમાંથી ૧૨ હજાર ડોલર જરૂરિયાતમંદોને વહેંચી દે છે.બાકીની રકમ દેવામાં સબડતા ગરીબ વેપારીઓને ધંધા-વેપાર માટે આપે છે.એક કૂતરો, ટ્રેક્ટર અને ગાડું જ તેમની સંપત્તિ છે. પોતાના આર્થિક ભવિષ્યને લઇને કોઈ જ ચિંતા કરતા નથી. બે હેકટર જમીનમાં ટ્રેક્ટરથી જાતે જ ખેતી કરે છે.ક્યારેક ટ્રેક્ટર બગડી જાય તો પાના-પકડ લઇને જાતે જ રિપેરીંગ કરવા બેસી જાય છે. લોકો તેમને ભલે દુનિયાનો સૌથી ગરીબ રાષ્ટ્રપતિ ગણે પરંતુ આ અંગે તેમને પૂછવામાં આવ્યું ત્યારે કહ્યું હતું કે મારે મન તો હુ સમૃધ્ધ જ છું. ભૌતિક વસ્તુઓ ક્યારેય માણસને સુખ આપતી નથી.

"ગુજરાત ટાઈમ્સ" ૨૫ જાન્યુઆરી ૨૦૧૯ માથી સાભાર.

Gujarati Whatsapp-Status by Umakant : 111084800
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now