Gujarati Quote in Religious by Purvi Jignesh Shah Miss Mira

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"આશ્વાસન "(માધવ નેં )

અજીબ છે તારી આ દાદાગીરી ....
તું જ મારી પરિક્ષા લઈ શકે !
હું તનેં ક્યાં અજમાવી જ શકું?

આશ્વાસન નાં આસને બસ તારે જ બેસવાનું..
તારી વિટંબણાઓનેં મારે બસ જોયા જ કરવાનુ?

તું હંમેશા મારી સાથે રહી શકે..
ને મારે તો તારાં વિરહ માં જ રહેવાનું?

મારાં આંસુ તું લૂછી શકે..
પણ,તારી તકલીફ સાથે મારે હસી ને જ જીવવાનું?

દર વખતે તારે જ મહાન બનવાનું..
તારાં માટે મારે શું કયારેય નહીં જીવવાનું?

તું મનેં શ્વાસે શ્વાસે જોયાં કરે..
તનેં નિરખવા મારે તો ભવોભવ તરસવાનું ?

કર્મો ની વાર્તા મારે જ સાંભળવાની..
તારે તો કર્મો કરાવ્યે જ જવાનું?

આશ્વાસન તો તારાં અમનેં મળી જ જાય..
પણ, તારે તો બસ રાધાનેં જ ચાહવાનું ?

લાગણીઓ માં તારી સાથે અમારે જ વહેવાનું..
તારે તો બસ મીરાં નાં જ બનીનેં રહેવાનું?

અજીબ છે તારી આ દાદાગીરી માધવ..
જીવન નું આશ્વાસન તારે જ આપવાનું!
અમારે તો બસ હંમેશા મરણ નેં જ જીવવાનું?

થાકતો નથી તું માધવ....
છતાં પણ, ફરિયાદો તો અમારે કરતાં જ રહેવાનું?
તારેં, અમનેં આશ્વાસન આપતાં જ રહેવાનું?

ખબર છે, મહાન બનવાનો શોખીન છે તું..
પણ, અમારે ક્યારેય એટલે માણસ જ નહીં બનવાનું?

બસ, થયું થોભી જા હવે,
આશ્વાસન તારાં બહું થયાં ....
તારી ભક્તિ માં શરણ નું!
એક આશ્વાસન મનેં પણ આપવા દે.

મીરાં થઈ નેં જીવી તો ગઈ,
હવે, જીવતરનાં ઝેર પીનેં તારાં માં ભળવા દે..
તારી પાસે મનેં આવવા દે!
મનેં પણ, ક્યારેક મહાન થવા દે!!??

મીસ. મીરાં
પૂર્વી જે શાહ. વાપી.

Gujarati Religious by Purvi Jignesh Shah Miss Mira : 111084481
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now