? મહેંદી ?
???????
મહેંદી મૂકી માધવ નામની રંગ એનો અદભુત્.
મલકમાં મ્હાલે મનડું જાણે કાયમ વસંતૠત.
રંગલાખવત્ મહેંદીએ મુજ અંગે કામણ કીધાં,
સાઁવરિયા સરકાર સર્વસ્વને મનડાંને હરી લીધાં.
ક્યારે આવે કુંજબિહારી કૃષ્ણ કીરતાર કૃપાળુ,
નીરખે મહેંદી નટવર નાગર ક્યારે નયને હું ભાળું.
પ્રગટ્યો રંગ મહેંદીનોને આરત ઉરતણીને પેખી,
વહાલમ વરસાવે વહાલ રંગે પ્રબળતા જ્યાં દેખી.
હરખ્યા હશે હરિ હરપળ રંગ મહેંદી અંગે મારે,
આવ્યું હશે યાદ કુબ્જાચંદન પ્રેમ તણા સ્વીકારે.
*ચૈતન્ય જોષી પોરબંદર. '* *દીપક* '