English Quote in Thought by Jimmy Jani

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

31-01-2019 સેહલુ નથી

અામ લખવુ કઇ સેહલુ નથી.?

ગોખી ને કે કાપલી મા મુદ્દા લખી ને કલાકો સુધી નોનસ્ટોપ બોલી તો શકાય છે પણ કોઇ વસ્તુ કે વિષય પર લખવુ એટલુ સેહલુ નથી.

જ્યારે સ્કુલ ના ક્લાસરુમ મા બેસતા અને ટીચર તમને સમજાવતા તો શુ એટલુ જ તમે ઉત્તરવહી મા લખી ને ટીચર ને સમજાવી શકતા ?
કદાચ તમારો જવાબ હશે " ના "

જ્યા સુધી હુ માનુ છુ ત્યા સુધી સ્ટેજ પર કલાકો સુધી નોનસ્ટોપ બોલી શકનાર નો એક પ્રિય શોખ વાંચન તો રેહતો જ હશે. એટલે જ કેહવાય છે કે વક્તા ને સાંભળવા જેટલા સેહલા છે એટલા જ લેખક ને સમજવા અઘરા.✒

[વક્તા ને સાંભળવા સેહલા એટલા માટે કહીશ કે વક્તા સામેવાળા ને સમજાય એમ બોલશે પણ લેખક પોતાને સમજાય એમ લખશે. (કદાચ પોતાના આનંદ માટે) નહી કે બીજા ને સમજાય એ માટે]

સાચુ કહુ મિત્રો તો ક્ય‍ારેક મિનિટો મા અાખી વાર્તા બની જતી હોય છે તો ક્યારેક કલાકો સુધી વિચારતા પણ કઇ સુજતુ નથી.

લાગણી ઓ ને શબ્દ ના બિબા મા ઉતારવી પડે છે.
પાત્ર મા ઉતરવુ પડે છે
એને જીવવુ પડે છે
એને અનુભવવુ પડે છે
એની કલ્પના કરવી પડે છે.?

જેમ સજાક અને સતર્ક ચોર ઘર મા ઘુસી ચાલાકી બતાવે એટલી જ ચાલાકી લેખકે પોતાની રચના મા બતાવવી પડે છે કે કોઇ કિંમતી વસ્તુ રહી ના જાય અને દરેક વસ્તુ પર નજર પડે જ.

પોતાના શબ્દો થી જે તમને સમજાવી શકે
પોતાના શબ્દો થી જે તમને હસાવી કે રડાવી શકે એનુ નામ લેખક.

માણસ હજારો ની ભીડ મા ખુલ્લી આંખે વિચારો ના વમળ મા જઇ એક કાલ્પનિક દુનિયા મા પ્રવેશે અને ત્યા જોયેલા દ્રશ્યો નુ પ્રતિબિંબ પોતાના શબ્દો મા ઉતારે એ કેહવાય લેખક.?

#Feeling #Proud

English Thought by Jimmy Jani : 111084293
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now