*પબ-જી* ભાગ-3
*======= મીત ચૌહાણ ====*
તે મોચીએ કહ્યું કે ટાઇમ હોય તો પાછો આવજે આ બૂટની સિલાઇ અને બીજુ ઘણું કામ છે....
પણ તે યુવાનનું ધ્યાન તે હોટલ તરફ હતું... તે સામે ગ્લાસમાં પેલા ભીખારીને જમતા જોઇ રહ્યો હતો....તે દોડ્યો... અને હોટલ પર તેનું બિલ ચુકવ્યું તો તેનો એક અલગ જ આનંદ થયો... જો કે તેની પાસે વીસ રુપીયા પણ બચ્યાં.. તે તેની પહેલી કમાઇ હતી..
પેલા ભીખારીએ તે યુવાનનો આભાર માન્યો અને તે યુવાનના હાથ પોતાના હાથમાં લઇ રડતાં રડતાં કહ્યું, ‘મેં દૂર ગ્લાસમાંથી તને બૂટપોલિશ કરતા જોયો છે... તેં મને આજે જિંદગીની સમજણ આપી છે.... મારી એક ઇચ્છા પુરી કરવા તેં મજૂરી કરી અને તે પણ મારા જેવા ભીખારી માટે...! આજથી હું સંકલ્પ કરું છું કે હું હવે આજથી ભીખ નહી માંગુ... મહેનત કરીશ અને મારા પરસેવાનું ખાઇશ...!’
અને પેલા ભીખારીનું આ રીતનું હૃદય પરિવર્તન જોઇ તે યુવાન અવાચક બની ગયો...
જો કે તેને ઝડપથી ગેમ પુરી કરવાની હતી અને બીજુ લોકેશન પણ શોધવાનું હતું એટલે તેને બીજી ચીઠ્ઠી ખોલી....
એક નાના રમતા છોકરાની ફરમાઇશ.... તે યુવાનને લાગ્યું કે આ તો સાવ સહેલું છે...
આખરે તેને એક નાની છોકરી મળી... તે પણ કોઇ ગરીબ ઘરની હોય તેવું લાગ્યું... તે યુવાને તેની ઇચ્છા પુછી...
તે છોકરીએ સામે ઉભી કેન્ડીવાળા તરફ ઇશારો કરીને લાવવા કહ્યું... તેની પાસે વીસ રુપીયા હતા... તે ઝડપથી દોડ્યો અને તેને વીસ રુપીયાવાળી કેન્ડી લાવી આપી.... પણ.... તે છોકરીએ એક બટકું ભર્યુ અને પછી ફેંકી દીધી...
અને તે ફરી પેલી કેન્ડીવાળા સામે ઇશારો કરીને બોલી... ‘ મારે ચોકલેટ કેન્ડી જોઇએ....!’
અને તે જોઇ તે યુવાનની હાલત જોવા જેવી થઇ... તે બરાડ્યો, ‘ મારી મહેનતના પૈસાની કેન્ડી આમ ફેંકી દે છે....?’
જો કે તરત તેને પોતાનો ગુસ્સો કાબૂમાં લીધો અને તે નિર્દોષ છોકરી તરફ વ્હાલભરી નજર કરી તેની નજીક ગયો કારણ કે તેને ગેમનો કોઇ રુલ તોડવો નહોતો... અને ત્યાં તે છોકરી બોલી, ‘ અંકલ.. તમે તમારા પપ્પાના પૈસાની કેન્ડી આમ એકે’યવાર ફેંકી નથી ?’
અને તેના એક વાક્યથી તે હલબલી ગયો.. તેની આંખો ભરાઇ આવી અને તે એટલું જ બોલી શક્યો.. ‘એક મિનિટ બેટા... હું ચોકલેટ કેન્ડી લઇને આવું છું...’
અને રસ્તામાં તેને યાદ આવ્યું.... તેને તેના પપ્પા સામે ફેંકેલુ ટીશર્ટ... જુનો મોબાઇલ.... અને તેમના કેટલાય પૈસા બરબાદ કર્યા હોય તેવી યાદો એ બધુ આ કેન્ડી જેવું જ હતું. પપ્પા પણ બૂમ પાડતા કે મારી મહેનતના પૈસા છે... તું રીઝલ્ટ નથી લાવતો ત્યારે લાગે છે કે વેડફી રહ્યો છે...અમારા પૈસા ગટરમાં ફેંકી રહ્યો છે...!!'
તે ભીની આંખે પહોંચ્યો ફરી પેલા મોચી પાસે.... ફરી એક કેન્ડી માટે પૈસા ભેગા કર્યા અને તેની છોકરીની ખ્વાહિશ પુરી કરી... અને આ વખતે તેને સમજાઇ ગયું કે મહેનતના પૈસાની કિંમત કેટલી હોય છે ?
હવે ત્રીજી અને છેલ્લુ લોકેશન...
ગાર્ડનમાં રહેલા કોઇ દંપતી.... અને આ અંતિમ લોકેશનમાં તે પચાસેક વર્ષના દંપતી પાસે પહોંચ્યો અને તે યુવાને તેમની ઇચ્છા પુછી...