આજે દેશ થયો અનાથ બાપુ તમારા જવાથી.
દેશે ગુમાવ્યો છે સંગાથ બાપુ તમારા જવાથી.
ત્રણ ગોળી ગોડસેની વીંધી ગઈ બાપુ તમને,
હવે કોણ ઝાલશે હાથ? બાપુ તમારા જવાથી.
પરમ ચેતના તમારી બાપુ પરમેશમાં મળી ગઈ,
દેશને કોણ કરશે સનાથ ? બાપુ તમારા જવાથી.
નહીં પૂરાય ખોટ ક્યારેય કદીએ રાષ્ટ્રપિતા તણી,
કેમ ભીડવી સમસ્યાથી બાથ બાપુ તમારા જવાથી.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '