ચાલીસી પછી ની મારી જિંદગી.... તને સલામ છે,
ઉમર ની ચાડી ખાતા ચશ્મા ચહેરા ને નવો લૂક આપે છે,
વાળ ની સફેદી થી આમ તો નિરાશ નથી , બ્રાઉન કલરનો ટચ નવી ઓળખાણ બનાવે છે,
હા આંખ નીચે ના કુંડાળા થોડા વધુ ઘેરા થયાં છે પણ એનાથી કાજળ નો કાંઈક ઔર જ ઉઠાવ આવે છે,
જવાબદારીઓ માંથી મુક્ત થઈ ને શુ કરીશ એ વિચારવાનો સમય જ ક્યાં મળ્યો છે મને..??!!
સમજણ પરિપક્વ થઈ છે અને મેં પણ આ બદલતા જમાના સાથે તાલ મેળવ્યો છે..