? *સમય*?
==================================
વ્યક્તિને રજમાંથી ગજ બનાવી દેનારો છે સમય.
સર્વ સમસ્યાઓનો ઉકેલ એ આપનારો છે સમય.
માન અપમાન ક્યારેય વ્યક્તિનાં નથી હોતાં કદાપિ,
ઊંચે ચઢાવનારો કે નીચે એને ઊતારનારો છે સમય.
સતત પરિવર્તન એ વણલખ્યો નિયમ છે વખતનો,
ભલભલા ચમરબંધીને વળી ઝૂકાવનારો છે સમય.
પામે છે જગતમાં કૈંક અદકું સમયને સાધનારાઓ,
બાકી વેડફનારાઓને ભૂલીને ફેંકનારો છે સમય.
સફળતાના શિખરો આંબનારા સમયની સત્તામાં,
કાનામાતર વિનાનો પણ કેટલુંય કરનારો છે સમય.
*ચૈતન્ય જોષી પોરબંદર.* ' *દીપક* '
==================================