પુરાવાનાં અભાવે- વિજય શાહ
રેવા અને સમુ બે પિતરાઇ બહેનો ખેતરમાં કામ કરતી હતી ત્યારે સમુ પાછ્ળ ઘેલો થયેલ કાનજી. બે બહેનો કામ કરતી હતી ત્યાં કાનજી અને હરજી પહોંચી ગયા.
“ ચાલ સમુ વિરમગામનાં મેળે આવે છે? “
સમુ કહે “વિરમગામનો મેળો તો પરમ દિવસે લાગવાનો છે તેમાં આજથી શાની ધમાધમ?”
“ જઇશું અને બંધાતા મેળામાં સાથે રહીશું મઝા કરીશું”
“કાનજી ભાઇ તમને કેટલી વાર ના કહી પણ તમે સમજતા જ નથી? કયા સંબંધે હું બે દિવસ અને રાત તમારી સાથે રહું?”
હરજી કહે “સમુ તું કાનજી સાથે રહેજે અને રેવલી મારી સાથે રહેશે. પિક્ચર આવ્યૂ છે તે જોઇશું, સારુ ખઈશું અને મજા કરીશું’
રેવા કહે “જરા લાજો. અને ગામની છોકરી તો બહેનો કહેવાય. આવી વાતો કરતા લજાતા નથી?” આડી બાઈક કરીને કાનજીએ મોટું ચપ્પુ કાઢ્યું અને કહે “હરજી જો આજે ના માને તો બંનેને આ કપાસની દવાજ પાઈ દૈશ. તું રેવલી ને પાજે અને હું સમુડીને._”
ઢળતી સાંજમાં બંને નું રાક્ષસી વર્તન જોઇ બેઉં બહેને બુમા બુમ કરવા માંડી. પણ સાંભળે કોણ? ચપ્પુ ગળાપર ધર્યુ અને દવા બળજબરી થી પીવડાવાઈ ગઈ. રેવલી નો બીજો પ્યાલો હરજી એ બળજબરી કરીને પીવડાવી દીધો. બંને બેનોએ ઉલટી કરી કાઢવાનો પ્રયત્ન કર્યો. સમુડી તો તરત્ જ ઠંડી પડી ગઈ રેવા ને પણ ચક્કર આવ્યા ને ઢળી પડી.
ગોકીરો થયો પણ એ લોકો આવી પહોંચે તે પહેલા બાઈક ખેતર છોડીને ગામ ભણી રવાના થઈ ગઈ. ઘડીમાં ન થવાનું થઈ ગયું.પોલિસ આવી ઈંસ્પેક્ટર જેઠવા તો તરત સમજી ગયા કે આ ખુન છે પણ ગરબડીયા અક્ષરે લખાયેલી ચીઠ્ઠી એમ કહેતી હતીકે અમે કંટાળીને ઝેર પીધું છે.
કાનજી અને હીરજી પકડાયા પણ પુરાવાનાં અભાવે છુટી ગયા.. ઇંસ્પેક્ટર જેઠવાનાં ઘરે બે પેટી પહોંચી ગઈ. સત્ય ઘટના પરથી