English Quote in Shayri by Shaimee oza Lafj

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સાહેબ મને કંઈક શીખવો ને સ્મૃતિ માંથી બધું ભુલાઈ ગયું છે........

મેમ મને સુધારો ને કેમ કે ખરાબ સમયે મને બગાડી નાંખી છે.......

સાહેબ મને રોજ દોડાવો ને કેમકે 21મી સદી ની આગળ આવવા ની રેસ માં મારા પગ ધ્રુજી ગયા છે......

સર મને ફટકારી ને રસ્તો બતાવો ને, જીંદગી મને ફટકારી રસ્તો ભુલાવ્યો.......

ગણિત ,વિજ્ઞાન ને સમાજ તો બહુ ગોખ્યું, ગોંખી ને હુ ધોવાઈ ગયી, આખી પણ જીંદગી ના ગણિત સામે મારુ ગણિત ફિકું પડયું.......

બાદબાકી ,સરવાળા ગુણાકાર, બધુ તો મેં શીખ્યુ,
પણ અહીંયા મારો તો ભાગાકાર થઇ ગયો,મને જીંદગી ના બધા દાખલા સરખા રહે તેવું શીખવો ને..........

સાહેબ મને બેચીંસ પર ઊભી રાખો ને હાથ ઉંચા રાખી ને જીંદગી એ તો મને કયાંય બેસાડી છે........

સાહેબ મને લેશન આપો ને જીંદગીં એ તો મને ઘણું એવું લેશન આપ્યું છે,જે ક્યારે નહીં પુરું થાય........

સાહેબ મને બહાર રમવા જવું છે, જીંદગી તો રોજ નવી નવી રમતો રમાડે છે, જેને રમતાં રમતાં આંખો ભીની થઇ જાય છે.......

સાહેબ મને સજા કરો ને જીંદગી એ તો મારા ક્લાસ લઈ લીધા છે........

સાહેબ મને ફરી વાંકી પાડી ને વજન મુકો ને જીંદગી એ જ મારી પર વજન મુકયું છે, જેના થી મારા પગ ની મન પણ અસ્થિર થઇ ગયા છે.......

સાહેબ મને અલગ ના પાડો ને બધાં થી જીંદગી એ મને વિખુટી પાડી દીધી છે બધાં થી.....

મારે પાછા નાના થવું છે, જીંદગી એ મને બહુ મોટી બનાવી નાખી છે........


શૈમી ઓઝા......

જીંદગી સાથે ની મસ્તી એટલે કે બાળપણ,અને સ્કુલ ટાઈમ......

English Shayri by Shaimee oza Lafj : 111081496
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now