શહીદોની કુરબાની થકી મળી છે આઝાદી.
તોય કોઈને ક્યાં હજુએ ફળી છે આઝાદી.
સત્તાધારીની જોહૂકમીથી છળી છે આઝાદી.
મુખે " હાજી હા" કરતાને વળી છે આઝાદી.
સ્વાર્થસાધક તકસાધુથી ટળી છે આઝાદી.
ગુંડા મવાલીના ટોળાંમાંહે ભળી છે આઝાદી.
રાજકારણની મેલીમુરાદે ગળી છે આઝાદી.
દશા દેખી દેશનીને ખળભળી છે આઝાદી.
' જયહિન્દ' નારામાં સાંભળી છે આઝાદી.
પ્રવચને લાભ ખાટવા સાંકળી છે આઝાદી.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '