*પૂજાપો* , *પાટિયું* ( *હિંચકો* ) , *પાન* , *પીતાંબરી* , *પાનેતર* .
આ *પાંચ 'પ'* દ્વારા નાગર ની ઓળખ આપી શકાય .
બહુ આદર છે મને આ શિવભક્તો માટે .
નાગર નામ માં જ શિવભક્તિ દેખાઈ આવે....
*નાગ* એટલે કે નાગદેવતા કે જેમને શિવે ધારણ કર્યા .
*ગર* એટલે કે ઝેર ,
*નાગર* જેમણે શિવની જેમ ઝેર પચાવી જાણ્યું .
સ્પષ્ટ અને સુઘડ બોલી, ધૈર્યવાન, ક્યારેય ગુસ્સે ના થનાર !? ( થાય તો પણ તમને દેખાવા ના દે ?) ,
કરકસર અને કંજુસાઈ નો ભેદ સમજનાર હોય છે .
સ્ત્રીઓ તો ઠીક , બાળકોને પણ માનથી બોલાવે .
નાગર નાર ની તો વાત જ શું કરવી !? નમણી , રૂપાળી, લાંબાવાળ તો હોય.
ઉપરાંત , રસોઈમાં પણ સરસ હથોટી .
*''હોંશ્''* નાગરોનો પર્યાય છે. પ્રસંગ ભલે નાનો હોય ,
પણ એની ઉજવણીમાં *'હોંશ'* ભળી જાય .
ચાતુર્ય અને મર્મ્ ભેદી બોલી માટે પ્રખ્યાત ગણાય નાગર.
મુત્સદીગીરી નાગરોને મળેલ કુદરતી બક્ષીસ છે.
નિખાલસ,રમૂજી અને મળતાવડા હોય છે નાગરો . *'કલમ કડછી ને બરછી'* એમના પ્રતીકો છે.
(આપણે બોલીએ કે શાક સમારવું છે પણ નાગર નાર કહેશે શાક છીણવું છે,શાક સુધારવું છે)
હા, અટક પણ અલગ હોય છે એતો ફકત નાગર માં જ જોવા મળે .
નાગર માં 100% સાક્ષરતા વર્ષોથી છે અને એટલે જ કદાચ તેઓના લગ્નપ્રસંગે કે કોઈપણ function માં જાવ તો ખોટો કકળાટ ના જોવા મળે .
આ સંગીતપ્રિય પ્રજા વિશે .
હમણા રાજકોટમાં આરાધના મંડળ દ્વારા બેઠા ગરબાનો કાર્યક્રમ યોજાયો .
એક સાથે 35 સ્ત્રીઓ એ એક સાથે ગરબા ગાયા .
આ પ્રોગ્રામ માણવો એ એક લહાવો. આવા ગરબા ફકત નાગર સ્ત્રીઓ જ ગાઈ શકે .
ટૂંકમાં કહેવું હોય તો મોરારી બાપુ ના શબ્દો યાદ આવે.
*”નાગર એ એક નાત નથી પણ વિચારધારા છે "*
*