દિલને ધડકવા દિલનો સથવારો મળી ગયો,
મુસીબતનો બોજ હળવો કરવા કોઈનો ખમ્ભો મળી ગયો,
કદમ અસ્થિર હતાં મારા સફળતાની કેડી પર,
અઘરી એ કેડી ચડવા તારો લાકડી રૂપી સહારો મળી ગયો,
કાંઇ ખાસ નહતું આ જિંદગીમાં પહેલા,
તમે મળ્યાં પછી જીવવા માટે આશરો મળી ગયો,
શુ લખવું શુ નઈ એ વિચારતો રહ્યો ભાવિક,
વગર કહ્યે દિલનો ભાવાર્થ સમજી શકે એવો સંગાથ મળી ગયો,
આમ તો કાંઇ નહતું સૂઝતું લખવા માટે,
તમને જોયા પછી જાણે લખવા માટે વેદ મળી ગયો
~ ભાવિક ~