English Quote in Thought by Jimmy Jani

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જરા કેહશો આ પુણ્ય ક્યાં મળશે ?

બીજા ની દ્વષ્ટી એ ખરાબ (પછી ભલે ને એ સાચુ કેમ ના હોય ) કઇક કામ કરીયે તો એ ટકોર કરશે કે આમ ના કરાય. પણ જો તમે આમ કરો તો પુણ્ય મળશે.

તો કેવી રીતે મળતુ હશે આ પુણ્ય ?

1.કોઇ કહે ગાય ને ચારો નાખો તો મળે
2.કોઇ કહે ગરીબ બાળકો ને જમાડો તો મળે
3.કોઇ કહે મુંગા પ્રાણીઓ ને ખવડાવો તો મળે
4.કોઇ કહે મંદિરો ની બહાર બેઠેલા ગરીબો ને દાન કરો તો મળે.
5.કોઇ કહે રોજ મંદીરે જાઓ તો મળે
6.કોઇ કહે મા-બાપ ની સેવા કરો તો મળે.
અને બીજા અસંખ્ય અાવા ઉદાહરણો.

આટલા વિકલ્પ એક પુણ્ય કમાવવા ?

સ્વાભાવિક છે કે ઉપર ના ૪ વિકલ્પ માટે તો વિટામિન M (પૈસા) ની જરુર પડે જ

જોકે વિકલ્પ ૫ અને ૬ નિશુલ્ક પણ છે અને અસરકારક પણ.

જો અમીર માણસ ની વાત કરીએ તો તેને આંમાથી બધા જ વિકલ્પ પરવડે.

પણ ગરીબ માણસ કયો વિકલ્પ પસંદ કરશે ? કદાચ ગરીબ પુણ્ય પછી પેહલા પોતાની આવક નુ વિચારશે. આખા દિવસ ની કાળી મજુરી કરી ને ૧૦૦ કે ૨૦૦ રુપિયા કમાનાર ગરીબ ૩૦ રુપિયા નો ચારો ગાય ને નહી નાખે. પણ એ પોતાનુ પુણ્ય પોતાના ઘરના ના પેટ ભરવા મા માનશે.

હવે વાત આવી આપણી એટલે થોડા અમીર અને વધારે પડતા ગરીબ એટલે સામાન્ય માણસ ની. જોકે સામાન્ય માણસ થોડા પુણ્ય અને થોડી જવાબદારી મા જ ગુંચાઇ ને જ રહી જાય છે.

ટુંકમા મને તો પુણ્ય અમીરો ના પક્ષ મા જતુ હોય એમ લાગ્યુ અને તમને ??? ?

English Thought by Jimmy Jani : 111077237
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now