Gujarati Quote in Blog by રામાશ્રય જ્યુબીલી

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તું તારું કર લક્ષ્ય નક્કી પ્રયત્નબળે જરુર ફળવાનું .
ના રાખ વલણને જક્કી પ્રયત્નબળે જરુર ફળવાનું.

લક્ષ્યવેધ અવશ્ય તારે જ કરવાનું નિજ બાહુબળે,
નથી નિષ્ફળતાની વકી પ્રયત્નબળે જરુર ફળવાનું.

છે અંતરાયો ઘણા લલચાવતાને તને રોકનારા હોય,
આત્મબળે જ તરક્કી પ્રયત્નબળે જરુર ફળવાનું.

કર મુકાબલો દ્રઢ મનોબળ રાખીને મુસીબતોનો તું,
આવરણ નથી કૈં આતંકી પ્રયત્નબળે જરુર ફળવાનું.

તું જ તારો સારથિને તું જ વિજયપથગામી એકલો,
ના કરીશ જગની નૌટંકી પ્રયત્નબળે જરુર ફળવાનું.

ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '

Gujarati Blog by રામાશ્રય જ્યુબીલી : 111076367
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now