એક કલ્પના માત્ર..
આજે હું રસ્તા પર ચાલી રહ્યો હતો અને એક કપાયેલું પતંગ આવીને મારા સમક્ષ પડ્યું.. હું એને લેવા ગયો અને જેવી એની દોરી તોડી ને એને અલગ જ કરી રહ્યો હતો કે એ પતંગ મને બોલ્યો કે ભાઈ ભાઈ શું કરે છે તું..? મેં કહ્યું કે તને કોઈ લૂટી ના લે અને કોઈ ફાડી ના નાખે એટલે તને હું બચાવી રહ્યોં છું..
તું આ દોર ને કેમ અલગ કરે છે મારાથી..? આ દોરી નો શું વાક છે આમાં..? તો મેં કહ્યું કે યાર દોરી બવજ લાંબી છે અને એને લપેટવાનો મારી પાસે ટાઈમ નથી એટલે હું એને તારા થી અલગ કરું છું.. તો પતંગ એ કહ્યું કે શું ખરેખર તને એવું લાગે છે કે તું મને એનાથી અલગ કરીશ તો હું સુરક્ષિત અને ખુશ રહીશ એમ..?
અરે યાર આ એજ દોર છે જેને મને આભમાં ઉડવી મને મસ્ત રમણીય નજારો બતાવ્યો છે. નિસ્વાર્થ પણે એણે મારું સ્વપ્ન પૂર્ણ કર્યું છે. અને અંતે મારું સ્વપ્ન પૂર્ણ કરતાં કરતાં કપાય શું ગઈ એટલે મારે એને ભુલી જવાની..? યાર એ શક્ય નથી થાય તો અમને બંનેને બચાવ કાતો અમને અમારા હાલ પર મુકીને જતો રે..
હું સ્તબ્ધ થય ગયો સાહેબ. આજે આ પતંગ ની નિસ્વાર્થ લાગણી જોઈને..
સાહેબ એવાં કેટલાય પતંગ હશે જેની પાછળ આવી જ કેટ કેટલી દોરીઓ ઘસાઇ હશે અને કદાચ કપાઈ પણ હશેં. અને તરછોડાઈ પણ હશે..