શોધજે મને ભીની ભીની લાગણીઓમાં
સુક્કી વ્યવહારીકાતામાં નહી મળું
શોધજે મને નજીકથી હૃદયની મોકળાશમાં
જોજનો વિસ્તરેલી દુરતામાં નહી મળું
હું અલગ છું, અલગ મારું અસ્તિત્વ
ભીડની ભાગોળમાં નહી મળું . . .
મારા મૌન માં પણ ભીની વાતો હશે
અર્થહીન શબ્દોમાં નહી મળું .
#અજ્ઞાત