Gujarati Quote in Blog by રામાશ્રય જ્યુબીલી

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કાળજું કઠણ કરીને દીકરીને વિદાય કરે છે પિતા.
પોતે ઊનાઊના એકલા નિઃશ્વાસને ભરે છે પિતા.

હોય છે કાળજાનો કટકો સુતા નિજથીય અધિક,
જાણે કે શ્વસુરગૃહે મોકલતાં એ થરથરે છે પિતા.

કોતરાયેલી હોય છે શિશુપનની સ્મૃતિઓ કાળજે,
ધરબી દઈ અંતરની વેદના ને વિદાય આપે છે પિતા.

અનુભવગમ્ય વાતને કલમ હવાલે ના કરી શકાતી,
ગળે ડૂમો દબાવીને વિદાય કરવા ડગ ભરે છે પિતા.

સર્વસ્વ લૂંટાયાની એને થાય છે પ્રતીતિ આ પ્રસંગે,
થૈ અણોહરો મહેમાનોને " આવજો " ઉચ્ચારે છે પિતા.

ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '

Gujarati Blog by રામાશ્રય જ્યુબીલી : 111075465
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now