ક્યાં છે તું ?
તને યાદ કરતા હૈયું રડી રહ્યું છે,
તને જોવા આંખો તરસી રહી છે,
તને માણવા હું રાહ જોવુ છું !
ક્યાં છે તું ?
કાગળ કોરા છે,
કવિતા અધુરી છે,
કલમ રડે છે,
શબ્દો સળગી રહ્યા છે !
ક્યાં છે તું ?
હું એકલો છું !
તને હકીકતમાં માનવા,
સપનામાં શોધું છું!
અધુરી મહોબ્બત નો અનુભવ છું !
ક્યાં છે તું ?
પ્રેમ કરવા મન થી માણું છું !
વ્હાલ કરવા દિલથી ચાહું છું !
એક વાર મળવા તને,
વારંવાર રાહ જોવુ છું !
લિ. તને શોધું છું !!