લોક મારા સ્વભાવની અવગરણા કરે છે,
જોય વાતે વાતે ચહેરો મારો ઘૃણા કરે છે.
નથી ફાવતું રાખી બોલી મીઠી છેતરવું,
માટે મારા શબ્દોની સૌ અવહેલના કરે છે.
રહું છું ખુશ મિજાજ હળી મળી સૌ સંગ,
તેમ છતાં પણ લોકો મુજથી ઈર્ષા કરે છે.
કરું શું એવું કે સહુ થાય ફિદા મુજપર?
મને જ મારા ક્યારેક ખુદથી હળશેલા કરે છે.
જીવન છે હાસ્યાસ્પદ હસતું વયું જાય,
આવે આંસુ આંખે તો સહુ હસ્યાં કરે છે.
લાખ મળે છે સંબધ બાધવા દિલથી દિલના,
થાય કદીક જો ભૂલ તો ગાણા ગાયા કરે છે.
કરે શું એવું જાદુ"પ્રતીક"કે હૈયે વસી જાય?
આવનારા સૌ જાવા માં ઉતામણાં કરે છે.
Dp,"પ્રતીક"