પર્વત પરથી ખળખળ કરતું આવે ઝરણું.
વાત પર્વતની વળી એ સંભળાવે ઝરણું.
પિતા અંબુનું સ્થાન છોડીને ધરા શોભાવે,
કલકલ કરતું ગીત મધુરાં એ ગાવે ઝરણું.
વાંકીચૂંકી કેડી કંડારી સર્પિલ ચાલે ચાલતું,
એને મા અવની સાદ કરી બોલાવે ઝરણું.
નીર મીઠાં એ ધરિત્રીને આપીને હરખાતું,
ઊછળકૂદ કરવાનું રખેને એને ફાવે ઝરણું.
આગળ વધતું વનસ્પતિને પાણી પાતું જે,
ચૂમી વસુધાને વળી મુખ મલકાવે ઝરણું .
ચૈતન્ય જોષી પોરબંદર.. ' દીપક '