બે શબ્દો
નાના હતા ત્યારે સ્કુલ મા સમાનાર્થી તથા વિરોધાર્થી શબ્દો શિખવવા મા આવતા.
જેમ કે સવાર નુ રાત એ વિરોધાર્થી અને સવાર નુ દિન થાય એ સમાનાર્થી.
ભણતર મુકયા બાદ પગભર થવા જ્યારે મનુષ્ય સમાજ મા પ્રવેશ કરે છે ત્યારે સ્કુલ ના શબ્દો કદાચ તેના જ્ઞાન પુરતા જ રહી જાય છે.
પછી તો જીંદગી એને નવા વિષય અને નવા પ્રકરણ સોલ્વ કરવા આપ્યા જ કરે છે જે ક્યારેય કોઇયે શિખવાડેલા નથી હોતા.
પગભર થતા સુધી મા તે ઘણુ બધુ શીખે છે પણ આ બે શબ્દ નુ રટણ તેને જીવન જીવવા બહુ જ ઉપયોગી થયી પડે છે. કદાચ ઇચ્છા થી કે કદાચ જબરજસ્તી. આ કોઇ સમાનાર્થી કે વિરોધાર્થી શબ્દો નથી.
તો કયા છે એ બે શબ્દો ?
ભલે ને ગમે તેટલુ દુખ હોય,
ભલે ને જીવન ની ઉપાધિ અને મુશ્કેલીઓ થી કંટાળી ગયો હોય,
ભલે ને શનિ ની પનોતી ઓ તેના પર બેઠેલી હોય.
પણ તેને પુછશો.....
કેમ છો તો કેહશે .."મજા મા છુ"..
અને પુછશો.
શુ ચાલે છે તો કેહશે .."બસ શાંતી છે"...