અનુમાન
તૂં શરીર જોઈને તાકાતનું અનુમાન ના કરતો,
છે હિંમત સીનામાં,કદનું અભિમાન ના કરતો,
બળ કરતાં કળ કામ આવે,બળ નો પ્રયોગ ના કરતો,
શાંતીથી જીવજે જીંદગી,ખૂબ શોરબકોર ના કરતો
નિ:સ્વાર્થભાવે કરજે લોકોની સેવા,મેવા ની આશા ના કરતો,
કર્યા કરજે કામ જોશથી,પણ વધારે કામની ચર્ચા ના કરતો
રચજે ઈતિહાસ આ દૂનિયામાં,પણ અભિમાન ના કરતો,
તૂં છો તાકાતવર મનથી,કદનું અભિમાન ના કરતો,
તૂં શરીર જોઈને તાકાતનું અનુમાન ના કરતો,
છે હિંમત સીનામાં,કદનું અભિમાન ના કરતો
-જય ધારૈયા