મીઠું મીઠું બોલવાથી, સંબધ જરૂર બંધાય છે,પણ એ ટકે છે,તો બસ સમજણ અને ગુસ્સા ના ભાવ થી જ.
કારણ કે મીઠી વાતો કરી તમે કોઈ પણ ને ફસાવી શકો છો,એમાં છોકરી ને તો ખાસ કારણ કે એનો સ્વભાવ છે,મીઠા શબ્દો માં લસરી જવું,હસતા વ્યક્તિ માં મળી જવું,આવું બધું છોકરી ને ઘણું ફાવે છે.
પણ જયારે તમારો સ્વભાવ વાણી, અને રહેન સહેન બદલાય ને,તરત સામે થી જવાબ મળતા થઇ જાય કે,તમે મારા સંબધના યોગ્ય નથી તારે ને મારે નહીં બને.
એક્વાત સત્ય છે કે લોહી ના સંબધ કરતા લાગણી નો સંબધ વધુ મજબૂત હોય છે. કારણ કે તે સંબધ બનાવો પડે,જયારે લોહી નો સંબધ વારસા ગત માં જન્મ થી મળે છે.
જન્મ થી મળતી વસ્તુની કિંમત કે કદર ઓછી હોય છે,અને કર્મ થી મળતી વસ્તુ વ્યક્તિ ની કદર વધારે હોય છે.
જયારે તમે કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે પહેલી પહેલી વાર વાત કરો ને એટલે તમને એની વાતોનો, સ્વભાવનો,અનુભવ ના હોય અને તમે એની સાથે બેફામ બેજીજક વાતો કરવા લાગો છો,ક્યારેક તમારા અંગત જીવન ની પણ વાતો કરવા લાગો,અને એ વાતો વાતો માં એક સંબધ જેવું અનુભવવા લાગો છો,અને જ્યાં સંબધ અનુભવો ત્યાં તમે એકદમ ખુલ્લા થઇ જાવ છો, પછી તમે એ ધ્યાન નથી રાખતા કે આ અજનબી છે,પણ પોતાના હોવાનો જ અનુંભવ કરો છો, અને દિલ થી વાતો કરવા લાગો છો.
આ અજાણ વ્યક્તિઓમાં છોકરા છોકરીની દિલગીરીની વાતો ખુબ મહત્વ ની હોય છે. એક છોકરો જયારે કોઈ અજાણ છોકરી સાથે વાતો કરવાથી દોસ્તી કે ભાઈ બહેન જેવું મહેસુસ કરતો હોય છે,એટલે એ મજાક મસ્તી ના મૂળ માં આવી જાય છે,ખાસ દોસ્તીના સંબંધમાં તે વધુ ખુલે છે,છોકરી પણ તેને દોસ્તી ના સંબધ માં આવકારી લે છે.
પણ જયારે છોકરા ને સંબધના નામે છોકરી સાથે લગાવ થઇ જાય છે,અને અંગત વાતો કરવાનું શરૂ કરે છે,ત્યારે એને છોકરી પ્રત્યે માન સમ્માન તો હોય છે,પણ શબ્દો ના કારણે સંબંધની મહત્વતા ઓછી થઇ જાય છે. કારણ કે છોકરી છોકરા સાથે દિલથી વાતો તો કરે છે,પણ સાથે મર્યાદાનું પણ ધ્યાન રાખે છે. અને છોકરો બસ સંબધમાં લિન હોય છે.જેના કારણે સંબધ ટકતો નથી ને છોકરો ખોટા ગમ માં પડી જાય છે. અને એ છોકરી માટે ઘૃણા મહેસુસ કરે છે,જે અયોગ્ય હોય છે એવું કરવું.
"શબ્દો નો કોઈ મોલ નથી હોતો પણ બોલ્યા અને લખ્યા પછી એનો તોલ જરૂર થાય છે."
માટે બોલો એટલું જ જેટલું સામેની વ્યક્તિ પચાવી શકે,કારણ કે શબ્દો એવા તિર છે,જે લાગણી ના સંબધ ને પણ છીન ભિન્ન કરી નાખે છે.
અને એનું એક ખાસ કારણ છે,
કે સંબંધ દિલથી જરૂર બંધાય છે,પણ એમાંય સાવચેતી રખાય છે.
દરેક ના મન સરખા નથી હોતા,દરેક ના શબ્દ મીઠા નથી હોતા.
અને દુનિયા નો ઉસુલ છે મીઠી વસ્તુ પહેલા માંગો.
Dp,"પ્રતીક"
????????????