Gujarati Quote in Blog by રામાશ્રય જ્યુબીલી

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વસે છે દેવતાઓ ત્યાં જ્યાં સન્માન નારીનું.
વસે છે દેવતાઓ ત્યાં ન હો અપમાન નારીનું.

છે એ ત્યાગમૂર્તિ જેનું જીવન છે કુટુંબ કાજે ,
વસે છે દેવતા ઓ જ્યાં જળવાય માન નારીનું.

સમર્પણ અને સેવા જેના જીવન શણગાર છે,
વસે છે દેવતાઓ ત્યાં જ્યાં હો પ્રદાન નારીનું.

સુતસુતા, ભ્રાતભગિની, માત પિતા કે કંથને,
વસે છે દેવતાઓ જ્યાં સેવાનું નિશાન નારીનું.

બહુ ઓછું જીવે નિજકાજે તપસ્વિની ગૃહે,
વસે છે દેવતાઓ જ્યાં હોય સ્વમાન નારીનું.

ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '

Gujarati Blog by રામાશ્રય જ્યુબીલી : 111073233
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now