આમ તો હું તને યાદ નથી કરતો
પણ
રોજ સવારે ચાહ પિતા સમયે
એ વરાળ માથી દેખાતો એ હસતો ચહેરો યાદ આવી જાય
બાકી હું તને કઈ આમ યાદ નથી કરતો
સાંજે
સાંજે એ ઢળતા સૂરજના સોનેરી રંગ માં હસતો ચેહરો ક્યારેક યાદ આવી જાય
પણ હું તને કઈ આમ યાદ નથી કરતો
રાત્રે
જ્યારે કુદરત નો નાઇટ મોડ ઓન થાય અને નાની નાની LED થી આકાશ જળહળી ઊઠે, અને ત્યારે કુદરતી AC ના ઠંડા પવન માં બાજુ માં ખાલી પડેલી જગ્યા જોઈને કપાળ અને આંખ ક્યાંક ભીના થઇ જાય
પણ
હું તને કઈ આમ યાદ નથી કરતો