છતાં પણ જીંદગી જીવવાની છે!
*નથી આસાન તોયે માણવાની છે.*
*જિંદગી અઘરી છતાં મજાની છે.*
*છો બધું ધાર્યું થતુ નથી આપણુ*
*પણ થાય એમાં ખુશી શોધવાની છે.*
*બાગમાં ફૂલની સાથે કાંટાયે ઉગે*
*છતા દોસ્તી બંનેની કરવાની છે.*
*અહી સુગંધની સરભરા તો સૌ કરે,*
*સાચી કળા કાંટાને જીરવવાની છે.*
*કોને કહ્યું ધરતી આભ મળતા નથી,*
*બસ થોડી દ્રષ્ટિને કેળવવાની છે.*
*ક્ષિતિજ એ છલના છે તો શું થયું ?*
*છેવટે વાત તો આશા રાખવાની છે.*
*માન્યુ કે દિવસની છે અલગ આભા*
*તો રાતની યે આગવી આનબાની છે.*
*સતત અજવાળાથી થાકશે જયારે*
*ત્યારે જરૂર અંધારાનીયે પડવાની છે.*
*સુખદુઃખની જુગલબંધી છે જિંદગી*
*મજા તાલ મેળવીને ચાલવાની છે.*
?????????????????????