Gujarati Quote in Story by Dr Riddhi Mehta

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કિસ્મત કનેક્શન -1

અચાનક ટીવી માં બધી ચેનલો પર એક ટ્રેન અકસ્માત ના ન્યુઝ ચાલુ થઈ ગયા. બ્રેકિંગ ન્યૂઝ બધે આ જ હતા કે અમદાવાદ -  બાન્દ્રા જતી  ટ્રેન માં પાટા પર કંઈક પ્રોબ્લેમ થવાથી આખી ટ્રેનનો એક્સિડન્ટ થયો હતો.

ન્યુઝમાં ઘણા લોકો મરતાં અને તેમની ડેડબોડીઝ લાવતા બતાવતા હતા. ઘણા  માણસો બેભાન અને ડટાયેલા પણ જોવા મળતા હતા.

ઈમરજન્સી સેવા પણ ચાલુ થઈ ગઈ હતી. જવાનોની ટીમ પણ આવી ગઈ હતી બધાને બચાવવા અને બહાર નીકાળવા માટે.

આ ન્યૂઝ જોતા જ વિહાન ને જાણે ચક્કર આવી ગયા અને તે પરસેવે રેબઝેબ થઈ ગયો. અને ફટાફટ ઘટના સ્થળે પહોચવા માટે નીકળ્યો....
    
                 *        *        *        *        *

વાત જાણે એવી હતી કે વિહાન ની લાઈફ માં તેની સૌથી વધુ નજીકની કે તે તેનુ સર્વસ્વ હતી તેની બહેન આસિકા.

તેમના માતા પિતા નાનપણમાં જ બંને ભાઈબહેન ને નાના મુકીને સ્વર્ગે સિધાવ્યા હતા. તે મોટો હોવાથી તેને જ આસિકા ને માબાપ અને ભાઈનો પ્રેમ આપ્યો હતો.

એના માટે તો તેણે  ત્રીસ વર્ષ ની ઉમર થઈ હોવા છતાં હજુ લગ્ન નુ પણ વિચાર્યું નહોતું. તેને આસિકા ને ભણાવી ને તેના માટે તેનો જ એક ફ્રેન્ડ જે ડોક્ટર હતો તેની સાથે આસિકા ના લગ્ન નક્કી કર્યા હતા.

આજે જ તેના લગ્ન પતાવીને તેને ટ્રેન માં સાસરે જવા મુકીને આવ્યો હતો અને વિચારતો હતો કે હવે આસુ સાસરી માં સુખેથી રહે એટલે મારા દિલની બધી ઈચ્છા પૂરી થાય. આ વિચારતો જ હતો ને આ ટ્રેન અકસ્માત ના સમાચાર આવતા તે  પાગલ થઈને ભાગ્યો હતો.


              *        *        *        *        *  


રેલવે સ્ટેશન પર પહોચતા જ ચારે બાજુ કોલાહલ સંભળાય છે. ક્યાં કોઈ પીડા માં કણસતુ તો કોઈ ના સ્વજનો રોકકળ કરી રહ્યા છે. બહુ દયનિય અને ભયાનક વાતાવરણ છે.

વિહાન આસિકા અને સંકલ્પ ની બુમો પાડી રહ્યો છે. કલાકો સુધી તે બેબાકળો થઈ ને ભાગે છે ત્યારે માંડ સંકલ્પ એક જગ્યાએ બેભાન થઈ ને પડેલો દેખાય છે જે તેનો ખાસ ફ્રેન્ડ અને આસિકા નો પતિ હતો.

તેને ખાસ એવું વાગેલુ નહોતું તેથી તે મેડિકલ ટીમ પાસે તેને પ્રાથમિક સારવાર માટે લઈ જાય છે. અને પછી તે આસિકા ને શોધવા જાય છે.

ત્રણ દિવસ ની સતત શોધખોળ પછી પણ આસિકા નો કોઈ પતો નથી. ઘણી એવી ડેડબોડીઝ પણ મળી હતી જેને ઓળખવી પણ મુશ્કેલ હતી. છેલ્લે કંઈ સમજાતું નથી આસિકા જીવે છે કે હવે તે આ દુનિયામાં નથી.

ઘણા દિવસોની શોધખોળ પછી પણ કંઈ પતો ન લાગતા વિહાન, સંકલ્પ, અને તેના પરિવારજનો આસિકા હવે આ દુનિયામાં નથી રહી એવું વિચારે છે અને મનમાં દુઃખ સાથે પોતાની રૂટીન જીદંગી ફરી શરૂ કરે છે.



                 *.       *.       *.       *.       * .



અસિત માંડ આંખો ખોલી રહ્યો છે તે આજુ બાજુ જુએ છે તો સમજાય છે કે તે કોઈ હોસ્પિટલમાં છે. તે ટ્રેન માં બોમ્બે જવા નીકળ્યો હતો અને ટ્રેન માં સુતો હતો.....પછી શુ થયું??,

Gujarati Story by Dr Riddhi Mehta : 111069991
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now