Gujarati Quote in News by Taja Samachar

News quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આ સમાચારો પર રહેશે નજરઃ આજે ફરી એક વાર ત્રણ તલાક ખરડો રાજ્યસભામાં રજૂ કરાય તેવી શક્યતા છે. વિપક્ષોએ આ ખરડાને ગૃહમાં રજૂ કરતા પહેલા સિલેક્ટ કમિટીને મોકલવાની માગ કરી હતી. બીજી બાજુ પંજાબમાં 14 પંચાયત બેઠકો પર આજે ફરીથી મતદાન થશે. આ ચૂંટણીમાં કોંગ્રેસને મોટી જીત મળી છે. વધુમાં પીએમ મોદીએ ગઇકાલે ન્યૂઝએજન્સીમાં મુલાકાતમાં રામમંદીર, રાફેલ મામલો, નોટબંધી, સર્જીકલ સ્ટ્રાઇક અને તાજેતરમાં 5 રાજ્યોમાં થયેલી ચૂંટણીની વાત કરી હતી. આ બાબતો વિપક્ષો ઉગ્ર વલણ દાખવી શકે છે.



ગુજરાતઃ રાજ્ય સરકારે બિનઅનામત વર્ગ માટે અમલમાં મૂકેલી યોજનાઓના લાભાર્થી માટે નિયત કરાયેલી કુટુંબની વાર્ષિક આવકમર્યાદામાં વધારો કરવાની અનેક રજૂઆતોને પગલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું. કે રાજ્ય સરકારે વધુ લોકો લાભ લઇ શકે તે માટે વિવિધ સહાય માટેની વાર્ષિક આવકમર્યાદા રૂ. ત્રણ લાખમાં રૂ. 1.5 લાખનો વધારો કરીને રૂ. 4.5 લાખ કરી હતી. જયારે વિદેશ જવા માટેની આવકમર્યાદામાં પણ રૂ. 4.5 લાખમાં રૂ. 1.5 લાખ વધારીને રૂ. 6 લાખ કરવાનો નિર્ણય લીધો છે.



આંતરરાષ્ટ્રીયઃ પાકિસ્તાનના બલુચિસ્તાન વિસ્તારમાં એક અર્ધસૈનિક પ્રશિક્ષણ શિબિર ઉપર આતંકવાદી હુમલામાં 4 સૈનિકોના મોત થયા છે અને 4 આતંકી પણ માર્યા ગયા છે. સેનાએ જણાવ્યું હતું કે ચાર આતંકીઓએ પ્રાંતના લોરલઈ વિસ્તારમાં ફ્રંટિયર કોરના પ્રશિક્ષણ કેન્દ્રમાં ઘુસવાની કોશીશ કરી હતી જેમા તેઓ સફળ ન થતા તેઓએ ગોળીબારી શરૂ કરી દીધી હતી. આ હુમલામાં એક આત્મઘાતી હુમલાખોર સહિત ચાર આતંકવાદી માર્યા ગયા છે.



આંતરરાષ્ટ્રીયઃ ચીનના હાર્વિન શહેરાં લોકોએ નવા વર્ષના સ્વાગતમાં બરફના 2019 પૂતળા (સ્નોમેન) તૈયાર કર્યા છે. આ પૂતળાઓ કલાકારે નહી પરંતુ સામાન્ય જનતાએ જ બરફમાં માઇનસ 10થી 20 ડિગ્રી તાપમાનની વચ્ચે બનાવ્યા છે. ‘આઇસ સિટી’ના નામથી લોકપ્રિય હાર્વિનમાં દર વર્ષે ડીસેમ્બરમાં તાપમાન ઘણું નીચે જાય છે, તેના કારણે સ્નોમેન બનાવવા માટે લોકોની ભારે ભીડ એકઠી થાય છે.



દિલ્હીઃ બંગલા સાહિબ ગુરુદ્વારાએ ઇતિહાસ રચ્યો છે. નવા વર્ષે આશરે 10.5 લાખ (ગઇ કાલે સાંજના 7 વાગ્યા સુધીનો આંકડો) લોકોએ ગુરુદ્વારા પહોંચ્યા હતા અને વંદન કર્યા હતા. પાછલા વર્ષે આ આંક 10 લાખની આસપાસ હતો.



ફ્લિપકાર્ટઃ ફ્લિપકાર્ટના સ્થાપક સચીન બંસલે 2018-19ના પ્રથમ ક્વાર્ટર માટે આગોતરા કર તરીકે રૂ. 699 કરોડ જમા કર્યા છે, જેમાં ફ્લિપકાર્ટનું અમેરિકી માંધાતા કંપની વોલમાર્ટને કરેલા વેચાણ પર તેમની આવકમાંથી પેદા થયેલા કેપિટલ ગેઇન્સનો સમાવેશ થાય છે. જોકે તેમના ભાગીદાર અને સહ સ્થાપકે આ હિસ્સા વેચાણ અંગે કરેલા કેપિટલ ગેઇન્સની કોઇ જાહેરાત કરી નથી એમ કર વિભાગના સૂત્રો જણાવે છે.



નવજાત શિશુઃ ભારતમાં નવા વર્ષના દિવસે 69,944 નવજાત શિશુઓનો જન્મ થયો છે. જે યુનિસેફના હિસાબે આ વિશ્વમાં સૌથી વધુ છે. જ્યારે અન્ય શહેરોના આકડા પ્રમાણે ચીનમાં 44,940, નાઇજીરીયામાં 25,685, પાકિસ્તાનમાં 15,112 અને ઇન્ડોનેશિયામાં 13,256 શિશુઓએ ધરતી પર પગરણ માંડ્યા છે.



દૂધના ભાવ વધવાની શક્યતાઃ સામાન્ય કરતા ઓછા પુરવઠાને કારણે નવા વર્ષે દૂધના ભાવમાં વધારો થવાની શક્યતા સેવાઇ રહી છે એમ કોઓપરેટિવ ડેરી જણાવે છે. ખેડૂતોને મળતા ઓછા વળતરને કારણે દૂધના ઉત્પાદનમાં ઘટાડો પરિણમ્યો છે.



બેન્કિંગઃ બેન્કિંગ પરત્વેની જાગૃત્તિમાં વધારો થતા અને બેન્કોની નબળી રિડ્રેસલ મિકેનીઝમને કારણે 2018માં બેન્કિંગ ઓમ્બુડ્ઝમેન ઓફિસમાં નોંધાયેલી ફરિયાદોમાં 25 ટકાનો વધારો થયો છે.



માર્કેટઃ પિવોટ ચાર્ટ અનુસાર આજે નિફ્ટીમાં 10,836.93 અને ત્યારબાદ 10,763.77નું મહત્ત્વનું સપોર્ટ લેવલ છે. જો ઇન્ડેક્સ વધે તો પ્રતિકાર સપાટી 10,953 અને ત્યાર બાદ 10,996.77 હશે. એશિયન શેરો નવા વર્ષના પ્રથમ દિવસે ઉપર રહ્યા હતા.

Gujarati News by Taja Samachar : 111069775
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now