નવું વર્ષ
જરા સમય સાથે ચાલ ને છોડ કાલ ની વાતો
આજે તો નવું વર્ષ છે.....
છોડ ને દોસ્ત તારી અણબન ની વાતો આજે તો નવું વર્ષ છે.....
ભુતકાળ માંથી આવી ભવિષ્ય ની ચિંતા
છોડી ને વર્તમાન માં ચાલ ને યાર ને જો આજે નવું વર્ષ છે.....
ચાલો આપણે જ્ઞાતિવાદ કોમવાદ ના ઝગડા ભુલી ને પૃથ્વી ના એક કુટુંબ બની જઈએ જો ને ફ્જે નવું વર્ષ છે.....
2018 ના ન પુરા થયેલા હોય તેવા અથવા તો અધુરા કામો નો કરજો એ આજે તો નવું વર્ષ છે.......
બગડેલા સંબંધ ને નાખી ને મીઠા કરી દો,
છોડો રાજકારણ ચાલો જીંદગી નો અસલી નશો ચડાવી ને લાગી જઈએ પોતાના કામે આજે તો નવું વર્ષ છે....
જીવો ને જલસા કરો , પણ કોઈને મદદ રુપ થઇએ આજે તો નવું વર્ષ છે....
સંબંધો ખાટા થઇ ગયેલા સંબંધ માં મધ નાખવાનું કામ કરીએ ચાલો આજે નવું વર્ષ છે...
મન ના વિસ્તાર ને મોટો કરીએ હ્રદય નો વિકાસ કરીએ આજે તો નવું વર્ષ છે.....
થયેલી ભુલો માંથી કંઈક શીખીએ આજે ચાલો નવું વર્ષ છે
નિષ્ફળતા એ તો સફળતા નો પડછાયો છે,તેને પણ ઉજવી એ આજે તો નવું વર્ષ છે....
ફરી મળીશુ કહીને આપણે બીજા થી ભાગીશું ,
પણ આપણે જાત થી કેવી રીતે ભાગશુ .
પરિસ્થિતિ ઓ માં અડગ ઉભા રહી એ,
દુઃખ જુના થયા, જોખમો ઉઠાવો આજે તો નવું વર્ષ છે.
જુના સંસમરણો, ને ભુલી જીંદગી ની શરુઆત કરો આજે તો નવું વર્ષ છે...
શૈમી પ્રજાપતિ