કરતાં રોજ વાતો ખબર નાં પડી,
મને તારી કે તને મારી આદત પડી.
તુ કે છે કે મને લખતાં-બોલતાં આવડે ઘણું,
મને તો તારી આંખો વાંચવાની મજા પડી.
સાદ કરે મોબાઇલ રોજ મને સવારે
ટેરવે આંગળીના લાગણીની લિપિ પડી.
વરસાદ મા ભીંજાવું ગમે છે તને - મને,
તારા સ્મિતની હૈયે મારા વીજળી પડી.
જીગર નાં જીગર સુધી નો રસ્તો આમ નથી,
કોઈ પણ આવી શકે ,એમ ચાવી નથી રેઢી પડી.
-જીગર બુંદેલા