દદૅ
દરદ આપી પાછા મલમ પણ એ લગાવે છે
આગળી ચીધી બીજાને જખમ બતાવે છે.
નથી કરી ચાહત કોઈ દિવસ લાગણીથી એમણે
છતાં પણ જગત સામે ખેલ વફાનો બતાવે છે.
થઈ શું ભુલ મારાથી જો મને ના બતાવે ઈ
તો મને શા માટે દુનિયા સામે દોષી બતાવે છે.
"નિજ" તારી લગણી સાવ નકામી એને મન
છતાં પોતાની મહેફીલમા તને બોલાવે છે.
દિપક દવે (નિજ)