માણસને ખોતરોને
માણસને જરા ખોતરો, ને ખજાનો નીકળે,
સાચવીને સંઘરેલો, એક જમાનો નીકળે,
મળે કશે આખી જિંદગી જીવતી દટાયેલી,
થાય બેઠી, બસ એક જણ પોતાનો નીકળે,
જરૂરી નથી કે સીધા દેખાતા જ સારા હોય,
કદી કોઈ અડિયલ પણ, મજાનો નીકળે,
રખે માનશો, હેવાનીયત હેવાનો જ કરે,
કદી, સજ્જનમાંથીય ઘણા , શેતાનો નીકળે,
ઘા, બધેજ મળે છે, ચાહે ગમે તેને ખોતરો,
કદી બહાર , કદી અંદર, નિશાનો નીકળે,
કંઈજ નક્કી નહીં, આતો માણસ કહેવાય,
બહારથી પોતાનો, અંદરથી બીજાનો નીકળે,,