લે કર વાત આ વર્ષે વર્ષ વધુ જુવાન થયુછે,
હવે એ અઢારમાંથી ઓગણીસ નું થયું છે.
સમજણ અને નાદાની વચ્ચે ફરી એ ગુંચવાયું છે,
નવા અને જુનાં વિચારો વચ્ચેજ હજી અટવાયું છે
નવાં વર્ષમાં એ ફરી નવસર્જન ની રેસમાં જોડાયું છે,
જુની લાગણી માંથી બધું છોડી 'ઇ' વર્લ્ડમાં ખોવાયુછે.
જુવાનીના ઘરમાં એમ્બીશનની અટકળમા અટવાયું છે.
સપનાઓ ભરપુર પોતાનાંને છતાં પારકામાં મન સલવાયુ છે.
લે કર વાત આ વર્ષે વર્ષ વધુ જુવાન થયું છે,
ને હવે એ અઢારમાંથી ઓગણીસનુ થયું છે.
@B