@ મારા દેશની નારી...
મારા દેશની નારીઓને દિલથી નમન છે.
અર્પણ એ સર્વને અનુરાગનું આ કવન છે....
સીતા બનીને આવી એ અવધને અજવાળવા.
બનીને ઉર્મિલા એ મૌન સાધના શણગારવા.
માતાના રૂપમાં પ્રભુ સરીખું વદન છે.
અર્પણ એ સર્વને અનુરાગનું કવન છે.
મીરા બનીને એ સદા માધવને પોકારતી.
રાધા રૂપે ઋષિકેશથી પ્રીતએ દેખાડતી.
એના થકી સોહામણું આ શ્રુષ્ટિનું સદન છે.
અર્પણ એ સર્વને અનુરાગનું કવન છે.
જીજાબાઈ બનીને શિવાને ધર્મએ શીખવાડતી.
ઉમા સ્વરૂપે શિવજીની સાથે સ્મશાને બિરાજતી.
વિશાળતામાં સાગરને શરમાવતું એનું મન છે.
અર્પણ એ સર્વને અનુરાગનું કવન છે.
અર્ધાંગિની કસ્તુરબા થઈ ગાંધીના પગલે ચાલતી.
વિરાંગના લક્ષ્મીબાઈ બની શત્ર સમરમાં ખાળતી.
અર્પણ એ સર્વને અનુરાગનું કવન છે.
મારા દેશની નારીઓને દિલથી નમન છે.
અર્પણ એ સર્વને અનુરાગનું આ કવન છે....
રચના :- અલ્કેશ ચાવડા 'અનુરાગ' (શંખેશ્વર)
https://goo.gl/eG8aKD
આવા બીજા ક્વોટ,વાર્તાઓ,કવિતાઓ અને ઉપયોગી આર્ટિકલ વાંચવા તેમજ જાતે લખવા માટે પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો "શબ્દ સંજીવની" એપ... ઉપરની લિંકથી...